૨૮૯ - દઢ વિશ્વાસ

૨૮૯ - દઢ વિશ્વાસ
તોટક
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ધન રે ધન, ખ્રિસ્ત, તને જ ભજું, તુજ નામ તણાં શુભ શસ્ત્ર સજું,
શુભ સેવ કરું, જગ લાજ તજું, જગતારક નામ સદાય ભજું.
જંગ લોક તણો જ ધિક્કાર સહું, પણ તારકને વળગી જ રહું;
ઉપહાસ કદા જગ લોક કરે, પણ તારકમાં મુજ જીવ ઠરે.
જગ લોક કદા મુજ ઘાત કરે, પણ હંસ સદા સ્વર આશ ધરે;
જગમાં મુજ મિત્ર નથી જ કદા, મુજ તારક મિત્ર ખરો જ સદા.
જગમાં મુજ સાહ્યા કો ન હશે, પણ તારક સાહ્યા સદા જ થશે;
મુજ પાય ધરું સત મારગમાં, જયકાર કરું જગતારકમાં.

Phonetic English

289 - Dadha Vishwaas
289 - Dadha Vishwaas
Totak
Kartaa: Thomabhai Pathabhai
1 Dhan re dhan, Khrist, tane ja bhaju, tujh naam tanaa shubha shastra saju,
Shubh seva karu, jaga laaj taju, jagataaraka naama sadaaya bhaju.
2 Jang lok tano ja dhikkaara sahoon, pan taarakane vadagi ja rahoon;
Upahaas kadaa jaga lok kare, pan taarakamaa mujh jeev thare.
3 Jaga lok kadaa mujh ghaata kare, pan hansa sadaa swara aasha dhare;
Jagamaa mujh mitra nathi ja kadaa, mujh taaraka mitra kharo ja sadaa.
4 Jagamaa mujh saahyaa ko na hashe, pana taaraka saahyaa sadaa ja thashe;
Mujh paaya dharu sata maaragamaa, jayakaara karu jagataarakamaa.

Image

 

==Media - Composition By : Late Mr. Manu Bhai Rathod