૨૩૪ - ત્રાણ કોણથી મળે?

૨૩૪ - ત્રાણ કોણથી મળે?
માદરી
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
ત્રાણ કોણથી મળે?
પાપ, શાપ હું તણાં બધાંય કોણથી બળે?
શાંતિ કોણથી વળે ? પાપ કોણથી ટળે?
મોત કાળ સ્વર્ગમાં પ્રવેશ કોણથી મળે?
ત્રાણ ખ્રિસ્તથી મળે,
પાપ, શાપ તું તણાં બધાંય ખ્રિસ્તથી ટળે;
શાંતિ જીવને વળે, પાપ વેદના ટલે,
મોત ઘાટ વીતતાં પ્રવેશ સ્વર્ગમાં મળે.
ખ્રિસ્ત ભાવ રાખજે,
દુષ્ટ ભાવ, દુષ્ટ દાવ, નિત્ય દૂર નાખજે;
ખ્રિસ્ત માન તાકજે, ખ્રિસ્ત વાત ભાખજે,
તો જ ખ્રિસ્ત તારશે, અનંત લાભ ચાખજે.

Phonetic English

234 - Traan Konathi Male?
Maadari
Karta: Thomabhai Pathabhai
1 Traan konathi male?
Paap, shaap hun tanaan badhaanya konathi bale?
Shaanti konathi vale ? Paap konathi tale?
Mot kaal svargamaan pravesh konathi male?
2 Traan Khristathi male,
Paap, shaap tun tanaan badhaanya Khristathi tale;
Shaanti jeevane vale, paap vedana tale,
Mot ghaat veetataan pravesh svargamaan male.
3 Khrist bhaav raakhaje,
Dusht bhaav, dusht daav, nitya door naakhaje;
Khrist maan taakaje, Khrist vaat bhaakhaje,
To ja Khrist taarashe, anant laabh chaakhaje.

Image

 

Media - Maadari Chhand