552

Revision as of 06:41, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૫૨ - અન્નદાતાનો આભાર == {| |+૫૫૨ - અન્નદાતાનો આભાર |- |૧ |પિતા, સર્વ દાનો ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૫૨ - અન્નદાતાનો આભાર

૫૫૨ - અન્નદાતાનો આભાર
પિતા, સર્વ દાનો તણા દિવ્ય દાતા,
તમે વિશ્વત્રાતા, તમે અન્નદાતા.
દીધાં અન્નપાણી ખરે, પોષવાને,
અને શક્તિ દેહે નવી આપવાને.
તમે આજની પંગતે તો પધારો,
અને ભોજને આશિષોને ઉતારો.