489

Revision as of 03:31, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૯ - ઈસુ ઘેટાંપાળક == {| |+૪૮૯ - ઈસુ ઘેટાંપાળક |- |૧ |ઈસુ ઘેટાંપાળક, લૂછે ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૮૯ - ઈસુ ઘેટાંપાળક

૪૮૯ - ઈસુ ઘેટાંપાળક
ઈસુ ઘેટાંપાળક, લૂછે અશ્રુપાત;
ઉરે અમને રાખે, બીએ શાને માટ !
જઈએ પૂઠે તેની, જ્યાં તે દોરી જાય;
ઉજ્જડ રાનમાં થઈ યા લીલા બીડ માંય.
ઈસુ ઘેટાંપાળક, વાણી છે મધુર;
વાણી નમ્ર તેની, સુખી કરે ઉર.
ધકકાવે તે જ્યારે, વાણીમાં મીઠાશ;
દોરી જશે પોતે, અમો તેના ખાસ
ઈસુ ઘેટાંપાળક, મૂઓ ઘેટાં માટ;
ઘેટાં પરે પાડી લોહી કેરી છાંટ.
એથી તેણે કીધું મોટું આ નિશાન;
"તેઓ છે સહુ મારાં" પામ્યાં આત્માદાન.
ઈસુ ઘેટાંપાળક, પંડે દોરી જાય;
વરુ કે બીજાથી હાનિ ન કંઈ થાય.
મરણ કેરી ખીણે જો કે હોય કંઈ ભય,
ભૂંડાથી ના બીશું, ઘોર પર થશે જય.