459

Revision as of 01:05, 6 August 2013 by 117.198.166.174 (talk) (Created page with "== ૪૫૯ - ખ્રિસ્તી સંગત == {| |+૪૫૯ - ખ્રિસ્તી સંગત |- | |૬, ૬, ૮ ,૬ સ્વરો |- | |"Blest be the ti...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૫૯ - ખ્રિસ્તી સંગત

૪૫૯ - ખ્રિસ્તી સંગત
૬, ૬, ૮ ,૬ સ્વરો
"Blest be the tie that binds"
ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ, જોડે અમારાં ચિત્ત;
ખ્રિસ્તી સંગત છે અનુપમ, સ્વર્ગનાં જેવી ખચીત !
પિતાના તખ્ત સામે એક્ઠાં થયાં એક ધ્યાન,
દિલાસો, આશાં, ચિંતા, બીક, આસર્શમાં સૌ સમાન.
એકમેકના ખેદ માંહે ને બોજમાં લઈએ ભાગ,
ને દુ:ખોમાં સહલગણીથી આંસુ વે' છે અથાગ.
છૂટાં પડીએ ત્યારે લાગે મનમાં ઉદાસ,
તોપણ ચિત્તમાં એક જ છીએ, ફરી મળવાની આશ.
જીવનમાં ધન્ય આશ કરાવે હિંમતવાન;
ચાલીએ આ ઉમેદમાં ખાસ, ને રહીએ આશાવાબ.
શોક, મહેનત, દુ:ખ ને પાપ, સહુથી છૂટાં થઈશું;
ને પ્રેમ ને સત્સંગમાં અમાપ, સ્વર્ગ માંહે સૌ રહીશું.