|
હરિગીત
|
|
કર્તા: જે. એ. પરમાર
|
|
૧
|
દાનો અનેક પ્રકારનાં દાતા તથાપિ એક છે,
|
|
કાર્યો અનેક પ્રકારનાં કર્તા તથાપિ એક છે,
|
|
સેવા વિવિધ તરેહની ઈશ્વર તથાપિ એક છે,
|
|
એક જ પ્રભુની આતમ, કર્તા ને ભર્તા એ જ છે.
|
|
૨
|
જુદી જુદી મંડળી છતાં એક જ પ્રભુનું સંગ છે,
|
|
એક અ ઈસુ સર્વનો, હંમેશ સર્વ સંગ છે,
|
|
એક જ પાયા ઉપરે મંદિર એક રચાય છે,
|
|
સંસ્થાપન અર્થે મંડળીના સુવ્યવસ્થા થાય છે.
|
|
૩
|
જેને પ્રભુ તેડે અહા ! પ્રીતે કરી પસંદગી,
|
|
જેને પ્રભુ જોડે અહા ! સેવા મહીં અન્માનથી,
|
|
દિવ્ય આ તેડું સુણી સેવા વિષે જોડાય છે,
|
|
વિશ્વાસુ એવા સેવકોને ધન્ય, ધન્ય, ધન્ય છે !
|
|
૪
|
હે ખ્રિસ્ત, તારા દાસની દીક્ષાક્રિયામાં અવાજે,
|
|
ને આજ તારા દાસની દીક્ષાક્રિયા દીપાવજે,
|
|
તારા મનોહર મુખનો, પ્રકાશ તે પર પાડજે,
|
|
તારા પવિત્ર રાજ્યની સેવા મહીં તું સ્થાપજે.
|