451
Jump to navigation
Jump to search
૪૫૧ - દીક્ષા
હરિગીત | |
કર્તા: જે. એ. પરમાર | |
૧ | દાનો અનેક પ્રકારનાં દાતા તથાપિ એક છે, |
કાર્યો અનેક પ્રકારનાં કર્તા તથાપિ એક છે, | |
સેવા વિવિધ તરેહની ઈશ્વર તથાપિ એક છે, | |
એક જ પ્રભુની આતમ, કર્તા ને ભર્તા એ જ છે. | |
૨ | જુદી જુદી મંડળી છતાં એક જ પ્રભુનું સંગ છે, |
એક અ ઈસુ સર્વનો, હંમેશ સર્વ સંગ છે, | |
એક જ પાયા ઉપરે મંદિર એક રચાય છે, | |
સંસ્થાપન અર્થે મંડળીના સુવ્યવસ્થા થાય છે. | |
૩ | જેને પ્રભુ તેડે અહા ! પ્રીતે કરી પસંદગી, |
જેને પ્રભુ જોડે અહા ! સેવા મહીં અન્માનથી, | |
દિવ્ય આ તેડું સુણી સેવા વિષે જોડાય છે, | |
વિશ્વાસુ એવા સેવકોને ધન્ય, ધન્ય, ધન્ય છે ! | |
૪ | હે ખ્રિસ્ત, તારા દાસની દીક્ષાક્રિયામાં અવાજે, |
ને આજ તારા દાસની દીક્ષાક્રિયા દીપાવજે, | |
તારા મનોહર મુખનો, પ્રકાશ તે પર પાડજે, | |
તારા પવિત્ર રાજ્યની સેવા મહીં તું સ્થાપજે. |
Phonetic English
Harigeet | |
Karta: J. E. Parmar | |
1 | Daano anek prakaaranaan daata tathaapi ek chhe, |
Kaaryo anek prakaaranaan karta tathaapi ek chhe, | |
Seva vividh tarehani Ishvar tathaapi ek chhe, | |
Ek ja Prabhuni aatam, karta ne bharta e ja chhe. | |
2 | Judi judi mandali chhataan ek ja Prabhunun sang chhe, |
Ek Isu sarvano, hanmesh sarv sang chhe, | |
Ek ja paaya upare mandir ek rachaay chhe, | |
Sansthaapan arthe mandaleena suvyavastha thaay chhe. | |
3 | Jene Prabhu tede aha ! Preete kari pasandagi, |
Jene Prabhu jode aha ! Seva maheen anmaanathi, | |
Divya aa tedun suni seva vishe jodaay chhe, | |
Vishvaasu eva sevakone dhanya, dhanya, dhanya chhe ! | |
4 | He Khrist, taara daasani deekshaakriyaamaan avaaje, |
Ne aaj taara daasani deekshaakriya deepaavaje, | |
Taara manohar mukhano, prakash te par paadaje, | |
Taara pavitra raajyani seva maheen tun sthaapaje. |
Image
Media - Hari Geet Chand