233

Revision as of 13:31, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા== {| |+૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા |- | |હરિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા

૨૩૩ - ખ્રિસ્તમાં ખરી સમાનતાા
હરિગીત
કર્તા: મહીજીભાઈ હીરાલાલ
ઓ ખ્રિસ્ત ! તારા રાજ્યમાં કદી સૂર્ય આથમતો નથી,
જ્યાં વાઘ-બકરી એક આરે પાણી પીએ પ્રેમથી;
સત્તા બધે સૌ લોક પર તારી વધે નિત વેગથી,
સૌ એક બાપ્તિસ્મા ખરું પામી જીવન લે તુંકથી.
સૌ ભેદભીંતો પાડવા હોમાઈ તું જાતે ગયો,
તો એક ટોળું, એક વાડો, એક પાળક તું થયો;
કાળાં અને ધોળાં બધાં તણી થઈ એકતા,
પડદો ચિરાતાં ભિન્નતાનો થાય પૂર્ણ સમાનતા.
સૌ નાતને, સૌ જાનતે તું મંડળીમાં જોતતો,
ઊંચનીચની સઘળી જડો, જડમૂળથી તું તોડતો;
નરનારને સરખાં ગણી, કાઢે નકામી ભિન્નતા,
આલોક ને પરલોકમાં તુંથી જ સત્ય સમાનતા.