434

Revision as of 00:02, 4 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૩૪ - લગ્નપ્રસંગે ગાવાનું == {| |+૪૩૪ - લગ્નપ્રસંગે ગાવાનું |- | |વોળ |- |ટે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૪૩૪ - લગ્નપ્રસંગે ગાવાનું

૪૩૪ - લગ્નપ્રસંગે ગાવાનું
વોળ
ટેક : દેવે નર નારીનું જોડું જોડિયું, એમાં ઉત્તમ અર્થ દેખાય;
પ્રભુ, આશિષ આપજો.
જગનાં વાનાંનો ઉપભોગ પામતાં સદા સારાં સંપીલાં જ થાય; પ્રભુ.
એકમેક સાથે પ્રીતિએ ચાલે, સાચા બંધનમાં રહે સદાય; પ્રભુ.
પ્રભુ, જોડું જોડે જો તું પોતે, એ તો અતિ સુંદર દેખાય; પ્રભુ.
ઘરદ્વારની રક્ષા પ્રભુ કરે ત્યારે સર્વ સફળ જ થાય; પ્રભુ.
જગમાં જ્યાં લગ જીવે આ જોડું, સુખદુ:ખમાં થજો સહાય; પ્રભુ.
સર્વ રૂડાં કામોમાં ફળે ઘણાં, જેમાં તુજ મહિમા જ દેખાય; પ્રભુ.
પવિત્રતાનું તેજ દીસે ઘણું, જેમાં ઈસુનું નામ વખણાય; પ્રભુ.
સર્વ સદ્ગુણોમાં વૃદ્ધિ પામજો, જેમાં સત વિશ્વાસ જણાય; પ્રભુ.
તારી સર્વ સભા વિષે માગીએ, સત ભક્તિમાં વધો સદાય; પ્રભુ.
૧૦ પિતા, પુત્ર, પવિત્ર આત્મા, રહેજો સંગ તમોમાં સદાય; પ્રભુ.