434
Jump to navigation
Jump to search
૪૩૪ - લગ્નપ્રસંગે ગાવાનું
ધોળ | |
ટેક : | દેવે નર નારીનું જોડું જોડિયું, એમાં ઉત્તમ અર્થ દેખાય; |
પ્રભુ, આશિષ આપજો. | |
૧ | જગનાં વાનાંનો ઉપભોગ પામતાં સદા સારાં સંપીલાં જ થાય; પ્રભુ. |
૨ | એકમેક સાથે પ્રીતિએ ચાલે, સાચા બંધનમાં રહે સદાય; પ્રભુ. |
૩ | પ્રભુ, જોડું જોડે જો તું પોતે, એ તો અતિ સુંદર દેખાય; પ્રભુ. |
૪ | ઘરદ્વારની રક્ષા પ્રભુ કરે ત્યારે સર્વ સફળ જ થાય; પ્રભુ. |
૫ | જગમાં જ્યાં લગ જીવે આ જોડું, સુખદુ:ખમાં થજો સહાય; પ્રભુ. |
૬ | સર્વ રૂડાં કામોમાં ફળે ઘણાં, જેમાં તુજ મહિમા જ દેખાય; પ્રભુ. |
૭ | પવિત્રતાનું તેજ દીસે ઘણું, જેમાં ઈસુનું નામ વખણાય; પ્રભુ. |
૮ | સર્વ સદ્ગુણોમાં વૃદ્ધિ પામજો, જેમાં સત વિશ્વાસ જણાય; પ્રભુ. |
૯ | તારી સર્વ સભા વિષે માગીએ, સત ભક્તિમાં વધો સદાય; પ્રભુ. |
૧૦ | પિતા, પુત્ર, પવિત્ર આત્મા, રહેજો સંગ તમોમાં સદાય; પ્રભુ. |
Phonetic English
Dhol | |
Tek : | Deve nar naareenun jodun jodiyun, emaan uttam arth dekhaay; |
Prabhu, aashish aapajo. | |
1 | Jaganaan vaanaanno upabhog paamataan sada saaraan sanpeelaan ja thaay; Prabhu. |
2 | Ekamek saathe preetie chaale, saacha bandhanamaan rahe sadaay; Prabhu. |
3 | Prabhu, jodun jode jo tun pote, e to ati sundar dekhaay; Prabhu. |
4 | Gharadvaarani raksha Prabhu kare tyaare sarv saphal ja thaay; Prabhu. |
5 | Jagamaan jyaan lag jeeve aa jodun, sukhadukhamaan thajo sahaay; Prabhu. |
6 | Sarv roodaan kaamomaan phale ghanaan, jemaan tuj mahima ja dekhaay; Prabhu. |
7 | Pavitrataanun tej deese ghanun, jemaan Isunun naam vakhanaay; Prabhu. |
8 | Sarv sadgunomaan vraddhi paamajo, jemaan sat vishvaas janaay; Prabhu. |
9 | Taari sarv sabha vishe maageeye, sat bhaktimaan vadho sadaay; Prabhu. |
10 | Pita, putr, pavitra Atma, rahejo sang tamomaan sadaay; Prabhu. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel