|
માલકોષ
|
|
કર્તા: જે. એ. પરમાર.
|
ટેક:
|
અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા !
|
|
પરમ પવિત્ર પ્રભુ મિત્ર છે ખચીર સદા.
|
|
૧
|
જેના આદિ પૂર્વજો આરામ લે, પવિત્ર બની !
|
|
વસે સુખધામ જ્યાં વિશ્રામ ને વિરામ સદા. અહો.
|
|
૨
|
જેનાં મૃતજન પ્રિય માટ હ્યાં કલ્યાંત કરે !
|
|
લૂછે અશ્રુ આંખમાંથી પ્રતિદિન પ્રભુપુત્ર સદા. અહો.
|
|
૩
|
બધા શુદ્ધ ભક્ત શુદ્ધ ભાવથી સુભક્તિ કરે !
|
|
અમંગળ મૂર્તિ આદિ વસ્તુથી વિરોધ સદા. અહો.
|
|
૪
|
શારીરિક ભ્રાંતિ આદિ વેદનાથી મુક્ત રહે !
|
|
અવિનાશી અંગ જેનાં રહે છે શ્વેત સદા. અહો.
|
|
૫
|
બધાં ઉરપત્ર ઘૂંઘટ માત્ર ત્યાંથી દૂર થશે !
|
|
પડદાની પેલી બાજુ થશે ઐક્ય સુખદ ભેત સદા. અહો.
|