342

Revision as of 05:03, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૨ - તેં શું આપ્યું મને? == {| |+૩૪૨ - તેં શું આપ્યું મને? |- |૧ |પ્રાણ મેં ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૪૨ - તેં શું આપ્યું મને?

૩૪૨ - તેં શું આપ્યું મને?
પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વે'વાડી,
પાપથી છૂટો કીધો, શેતાન નીચો પાડી.
મુજ જીવ આપ્યો, આપ્યો તુજ માટ ! (૨)
તેં શું આપ્યું તુજ માટ ? (૨)
હું છોડી સૌ મહિમાય પૃથ્વી પર આવ્યો છું,
ગયો ગરીબી માંય, બહુ દુ:ખ ઉઠાવી હું.
એમ છોડયું, છોડયું મેં બધું ; (૨)
તેં મુજ માટ શું કીધું ? (૨)
અવણ્ર્ય જે દુ:ખો તે મેં બધાં સહ્યાં,
કે તું પામે સુખો, પાપ તારાં માફ થયાં.
એમ દુ:ખમાં, દુ:ખમાં મેં સહ્યું; (૨)
શું, મુજ માટ દુ:ખ સહ્યું ? (૨)
લાવ્યો છું તારણ-નાવ ને માફીરૂપ ઈનામ;
લાવ્યો તારો બચાવ ને શાંતિનો પેગામ.
એમ બધું, બધું હું લાવ્યો, (૨)
મુજ માટ તું શું લાવ્યો ? (૨)