332

Revision as of 04:31, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે == {| |+૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે |- |૧ |પ્રભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે

૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે
પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર;
તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું.
પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! પારખ મને આજ, પ્રભુ ઈશ્વર;
હિમ કરતા ધોળો નહવાડી કર, માગું છું, મુજમાં શુદ્ધતા ભર.
પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! ઘાયલ થાકેલ હું સુણ મુજ પોકાર;
તને છે, પ્રભુ, સૌ અધિકાર, સાજો કર મને, દિવ્ય તારનાર.
પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! તારા આત્માથી હાલ મને ભર;
હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ.