186

Revision as of 15:16, 16 December 2014 by ElanceUser (talk | contribs)

૧૮૬ - પ્રભુ મારો પાળક છે

૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: પ્રભુ લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.
ઘેટાંને ચરવતાં તે નિત રાખે સંભાળ. ધન.
નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન.
નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન.
ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય ધન.
વાઘ, વરુ કે ચોરથ નવ હાનિ તો કંઈ થાય. ધન.
થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન.
માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન.
ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન.
ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.

Phonetic English

186 - Prabhu Maaro Paadak Che
Tek: Prabhu lokno che premi ghetaapaad, dhan dhan santone re.
1 Ghetaane charavataa te nit raakhe sambhaad. Dhan.
2 Nirmad paani paay che te jeevan nadni maay. Dhan.
3 Nit nit dori jaay che jyaa lilu dhaas aj thaay. Dhan.
4 Todaane charaavataa te aagad aagad jaay dhan.
5 Vaagh, varu ke chorath nav haani to kai thaay. Dhan.
6 Thaake jo kai ghetadu to uchaki le che naath. Dhan.
7 Maadu jo kai thaay to te sambhaade dinraat. Dhan.
8 Uttam paadak Khrist jene sau ghetaani jaan. Dhan.
9 Ghetaane bachaavavaane aapyo tene praan. Dhan.

Image