186

Revision as of 20:05, 2 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૮૬ - પ્રભુ મારો પાળક છે== {| |+૧૮૬ - પ્રભુ મારો પાળક છે |- |ટેક: |પ્રભુ લોક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૮૬ - પ્રભુ મારો પાળક છે

૧૮૬ - પ્રભુ મારો પાળક છે
ટેક: પ્રભુ લોકનો છે પ્રેમી ઘેટાંપાળ, ધન ધન સંતોને રે.
ઘેટાંને ચરવતાં તે નિત રાખે સંભાળ. ધન.
નિર્મળ પાણી પાય છે તે જીવન નદની માંય. ધન.
નિત નિત દોરી જાય છે જ્યાં લીલું ધાસ જ થાય. ધન.
ટોળાંને ચરાવતાં તે આગળ આગળ જાય ધન.
વાઘ, વરુ કે ચોરથ નવ હાનિ તો કંઈ થાય. ધન.
થાકે જો કંઈ ઘેટડું તો ઊંચકી લે છે નાથ. ધન.
માંદું જો કોઈ થાય તો તે સંભાળે દિનરાત. ધન.
ઉત્તમ પાળક ખ્રિસ્ત જેને સૌ ઘેટાંની જાણ. ધન.
ઘેટાંને બચાવવાને આપ્યો તેણે પ્રાણ. ધન.