147

Revision as of 02:15, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન== {| |+૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન |- | |હરિગીત |- | ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન

૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન
હરિગીત
"Lo! He comes with clouds descending"
૧૭૦૭-૮૮
અનુ. : એમ. વી મેકવાન
આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને !
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને!
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે !
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે.
રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને !
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને,
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને,
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને.
ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે,
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે,
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે !
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે !
આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને !
દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને !
ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં,
હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં.