142

Revision as of 01:42, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત== {| |+૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત |- | |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત

૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત
ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર;
મળવા ચાલી સુંદર વરરાજો.
હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ;
મનવા ચાલી સુંદર વરરાજાને.
૧૦ પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર?
મનવા ચાલી સુંદર વરરાજાને.
૧૧ હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર;
મનવા ચાલી સુંદર વરરાજાને.