147
૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન
હરિગીત | |
"Lo! He comes with clouds descending" | |
૧૭૦૭-૮૮ | |
અનુ. : | એમ. વી મેકવાન |
૧ | આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને ! |
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને! | |
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે ! | |
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે. | |
૨ | રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને ! |
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને, | |
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને, | |
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને. | |
૩ | ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે, |
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે, | |
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે ! | |
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે ! | |
૪ | આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને ! |
દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને ! | |
ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં, | |
હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં. |
Phonetic English
Harigeet | |
"Lo! He comes with clouds descending" | |
1707-88 | |
Anu. : | M. V Mekvaan |
૧ | આવે, જુઓ! પ્રભુ Khrist પાચો, વ્યોમથી મેઘાસને ! |
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને! | |
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે ! | |
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે. | |
૨ | રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી Khristne ! |
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને, | |
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને, | |
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને. | |
૩ | ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે, |
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે, | |
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે ! | |
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે ! | |
૪ | આમેન ! હા, સહુ લોક, Khristnaa સિંહાસને ! |