SA493
Jump to navigation
Jump to search
ટેક : દેવે નરનારીનું જોડીયું,એમાં ઉતમ અર્થ દેખાય, પ્રભુ આશિષ આપજો. | |
૧ | જગનાં વાનાંનો ઉપભોગ પામતાં, સદા સારાં સંપોલાંજ થાય- પ્રભુ. |
૨ | એકમેક સાથે પ્રીતિએ ચાલે, સાચા બંધનમાં રહે સદાય- પ્રભુ. |
૩ | પ્રભુ જોડું જોડે જો તું પોતે, એ તો અતિ સુંદર દેખાય- પ્રભુ. |
૪ | ઘર દ્ધારની રક્ષા પ્રભુ કરે, ત્યારે સર્વ સફળજ થાય-પ્રભુ. |
૫ | જગમાં જયાં લગ જીવે આ જોડું, સુખદુઃખમાં થજો સહાય- પ્રભુ. |
૬ | સર્વ રૂડાં કામોમાં ફળે ઘણાં, જેમાં તુજ મહિમાજ દેખાય -પ્રભુ. |
૭ | પવિત્રતાનું તેજ દીસે ઘણું, જેમાં ઇસુ નામ વખણાંય- પ્રભુ. |
૮ | સર્વ સદગુણોમાં વુદ્વિ પામજો, જેમાં સંત વિશ્વાસ જણાય -પ્રભુ. |
૯ | તારી સર્વ સભા વિષે માગીએ, સત ભકિતમાં વધો સદાય-પ્રભુ. |
૧૦ | પિતા,પુત્ર,પવિત્ર આત્મા, રહેજો સંગ તમોમાં સદાય - પ્રભુ. |