SA493

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક : દેવે નરનારીનું જોડીયું,એમાં ઉતમ અર્થ દેખાય,

પ્રભુ આશિષ આપજો.

જગનાં વાનાંનો ઉપભોગ પામતાં,

સદા સારાં સંપોલાંજ થાય- પ્રભુ.

એકમેક સાથે પ્રીતિએ ચાલે,

સાચા બંધનમાં રહે સદાય- પ્રભુ.

પ્રભુ જોડું જોડે જો તું પોતે,

એ તો અતિ સુંદર દેખાય- પ્રભુ.

ઘર દ્ધારની રક્ષા પ્રભુ કરે,

ત્યારે સર્વ સફળજ થાય-પ્રભુ.

જગમાં જયાં લગ જીવે આ જોડું,

સુખદુઃખમાં થજો સહાય- પ્રભુ.

સર્વ રૂડાં કામોમાં ફળે ઘણાં,

જેમાં તુજ મહિમાજ દેખાય -પ્રભુ.

પવિત્રતાનું તેજ દીસે ઘણું,

જેમાં ઇસુ નામ વખણાંય- પ્રભુ.

સર્વ સદગુણોમાં વુદ્વિ પામજો,

જેમાં સંત વિશ્વાસ જણાય -પ્રભુ.

તારી સર્વ સભા વિષે માગીએ,

સત ભકિતમાં વધો સદાય-પ્રભુ.

૧૦ પિતા,પુત્ર,પવિત્ર આત્મા,

રહેજો સંગ તમોમાં સદાય - પ્રભુ.