SA490

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ખરા દિલથી દેવનો પ્રેમ રાખો,

અને એક બીજા તણું હિત તાકો;
પત્નીએ પતિને ખરું માન દેવું,
કરારો પ્રમાણે કહ્યામાં જ રે`વું.

પતિ પત્ની ઉપર ખરો પ્રેમ રાખો,

અને અંગ પોતા તણું એમ તાકો;
નહિ દ્ધેષ પોતા તણો કો ન કીધો,
ઉસુ મંડળી કારણે જીવ દીધો.

બધાં આપણે ખ્રિસ્તનાં અંગ જાણો,

અને શિર તે આપણો ઇષ્ટ માનો;
મૂકી માનવી માત ને તાત કોરે,
પત્ની સાથ રે`શે લગી જાય ઘોરે.

ઇસુ મંડળીનું ખરું શિર જાણો,

પત્નીઓ તમારા પતિ શિર માનો;
હવે અહીં તમે કરો જે કરારો,
સદા પાળવા, કોલ આપો તમારો.

વિચારો હદયે કે'ણ માનો અમારું,

ભલું તો થશે ખ્રિસ્તથી બહુ તમારું;
તમારા જીવો છે વિના નિર સૂકા,
તમારા જીવો છે વિના ભક્ષ ભૂખા.