SA490
Jump to navigation
Jump to search
૧ | ખરા દિલથી દેવનો પ્રેમ રાખો, અને એક બીજા તણું હિત તાકો; |
૨ | પતિ પત્ની ઉપર ખરો પ્રેમ રાખો, અને અંગ પોતા તણું એમ તાકો; |
૩ | બધાં આપણે ખ્રિસ્તનાં અંગ જાણો, અને શિર તે આપણો ઇષ્ટ માનો; |
૪ | ઇસુ મંડળીનું ખરું શિર જાણો, પત્નીઓ તમારા પતિ શિર માનો; |
પ | વિચારો હદયે કે'ણ માનો અમારું, ભલું તો થશે ખ્રિસ્તથી બહુ તમારું; |