SA455
Jump to navigation
Jump to search
૧ | મેળાઓમાં જય જય મેળો, યરૂશાલેમની માંય. પાછળ ઇસુની દુનિયા સર્વ ગઇ, |
૨ | યરૂશાલેમ નજદીક ઇસુની આવ્યા પર્વત પાસ. નગરી રાજાની ઇસુ કહેણ કહે. |
૩ | સિયોનપુત્રી, રાજા આવે રંક થઇ તુજ પાસ નગરી રાજાની ઇસુ ભેટ કરે. |
૪ | ઇસુ ગુરુએ મંગાવી ખચ્ચર-બચ્ચાં સાથ, વસ્ત્રો ગાદી કરી રાય સવાર થયા. |
૫ | મહાજનમંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી કાજ, ઇસુ રાજાને લાવે પ્રેમ કરી. |
૬ | વૃક્ષલતાથી આખાય રસ્તે ગૌરવ બહું શોભાય, મસિહા રાજાની સવારી માનભરી. |
૭ | લોકો આગળ પાછળ ચાલે મંગળ ભણતાં બોલ, ”દાઉદ પુત્ર તને જય જય હોસાના” |
૮ | પ્રભુને નામે રાજા આવે આવે આ તે કોણ? નગરી રાજાની મોટા હર્ષભરી. |
૯ | ભવિષ્યવાદી નાઝરેથનો ગાલીલનો કહેવાય, અગમ ભાખ્યાં જે તે એ પૂર્ણ કરે. |
૧૦ | ઇસુ મંદિરમાં જઇ કાઢે વેપારીઓને બહાર, નાણાવટીઓના બાજઠ દૂર કરે. |
૧૧ | આસન કાઢયા મંદિરમાંથી કબૂતરખાનાં તેહ, મંદિર દેવ તણું આવી શુદ્ધકર્યુ. |
૧૨ | “ભજન તણું ઘર કહેવાશે મુજ લખીઆ છે આ લેખ, કીધું ચોરોનું કોતર કેમ અરે!” |
૧૩ | અંધા, પંગા ઇસુ પાસે આવ્યાં મંદિર માંય દુઃખો ટાળ્યાં ને શાંતિ થઇ સદા, |
૧૪ | મંદિર માંહે બાળક ગાએ મોટેથી શુભ ગાન, પરમ ઊંચામાં જય જય હોસાના! |
૧૫ | બાળક જેવાં આપો મનડાં ઇસુને જઇ આજ, અભિષિક્ત રાજાને ભજવા આવી ઘડી |
૧૬ | પ્રેમી ઇસુ પ્રેમે પૂજો, બાળક નર ને નાર, તારણ આપે છે ખ્રિસ્તાનંદ કહે. |