SA455

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
મેળાઓમાં જય જય મેળો, યરૂશાલેમની માંય.

પાછળ ઇસુની દુનિયા સર્વ ગઇ,

યરૂશાલેમ નજદીક ઇસુની આવ્યા પર્વત પાસ.

નગરી રાજાની ઇસુ કહેણ કહે.

સિયોનપુત્રી, રાજા આવે રંક થઇ તુજ પાસ

નગરી રાજાની ઇસુ ભેટ કરે.

ઇસુ ગુરુએ મંગાવી ખચ્ચર-બચ્ચાં સાથ,

વસ્ત્રો ગાદી કરી રાય સવાર થયા.

મહાજનમંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી કાજ,

ઇસુ રાજાને લાવે પ્રેમ કરી.

વૃક્ષલતાથી આખાય રસ્તે ગૌરવ બહું શોભાય,

મસિહા રાજાની સવારી માનભરી.

લોકો આગળ પાછળ ચાલે મંગળ ભણતાં બોલ,

”દાઉદ પુત્ર તને જય જય હોસાના”

પ્રભુને નામે રાજા આવે આવે આ તે કોણ?

નગરી રાજાની મોટા હર્ષભરી.

ભવિષ્યવાદી નાઝરેથનો ગાલીલનો કહેવાય,

અગમ ભાખ્યાં જે તે એ પૂર્ણ કરે.

૧૦ ઇસુ મંદિરમાં જઇ કાઢે વેપારીઓને બહાર,

નાણાવટીઓના બાજઠ દૂર કરે.

૧૧ આસન કાઢયા મંદિરમાંથી કબૂતરખાનાં તેહ,

મંદિર દેવ તણું આવી શુદ્ધકર્યુ.

૧૨ “ભજન તણું ઘર કહેવાશે મુજ લખીઆ છે આ લેખ,

કીધું ચોરોનું કોતર કેમ અરે!”

૧૩ અંધા, પંગા ઇસુ પાસે આવ્યાં મંદિર માંય

દુઃખો ટાળ્યાં ને શાંતિ થઇ સદા,

૧૪ મંદિર માંહે બાળક ગાએ મોટેથી શુભ ગાન,

પરમ ઊંચામાં જય જય હોસાના!

૧૫ બાળક જેવાં આપો મનડાં ઇસુને જઇ આજ,

અભિષિક્ત રાજાને ભજવા આવી ઘડી

૧૬ પ્રેમી ઇસુ પ્રેમે પૂજો, બાળક નર ને નાર,

તારણ આપે છે ખ્રિસ્તાનંદ કહે.