SA236

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
પૂરી મુકિત ! પૂરી મુકિત ! ઉઘાડેલો છે ઝરો,

વહેતો છે ત્રાતાની કૂંખથી, સૌને આપનાર છૂટકારો.
પૂરી મુકિત ! સાગર વહે છે મહા મોટો !

ધન્ય, સ્તુત્ય પ્રકટીકરણ ! શુદ્ધ કરનારી ધાર જુઓ,

પાપ કલંકથી આપી તારણ, કરનાર હીમથી ઉજળો.
પૂરી મુકિત ! ધન છે અનુભવ તેનો !

ધાર અજીત પ્રીતિની વહે છે, હાલમાં મારા દિલની માંય,

વિચાર, ઇચ્છા, સ્વભાવ સર્વે, શુદ્ધ રખાએ છે તેથી,
પૂરી મુકિત ! પાપ સત્તાનો નાશ કરી.

અંનત જીવન સ્વર્ગી આનંદ, મન છે આત્માનું મંદીર,

મજ સાથ ઈશ્વર પરમ સંગત મહા આનંદી મહા ગંભીર !
પૂરી મુકિત ! આપવા વહ્યું ખ્રિસ્ત રૂધિર !

ચિંતા, સંદેહ, દુઃખ ને રૂદન, બીક ને કલેશ ગયાં દૂર,

વિશ્વાસથી મન છે સમાધાન, ઇસુ જય આપશે જરૂર.
પૂરી મુકિત ! સદા મફત ને ભરપૂર.