SA16

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક - ઇસુ તારણ દાતા છે (૨)
ધન દોલતનો ગર્વ ન કરજે, શિર પર મોત ભમે છે;

એક દિન એવો આવશે, તું વિના જળે ડૂબશે.

માણસ વસ્ત્ર થયાં પૂરાણાં, કયાં લગ સીવે દરજી?

પરદુઃખભંજન કોઇ ન મળ્યો, જે મળ્યો તે ગરજી.

જયાં લગ તેલ રહે બત્તીમાં, ઝગમગ ઝગમગ બળે;

બળી ગયુંતેલ, હોલવાઇ ગઇ બત્તી, લઇ જા, લઇ જા, બોલે,

ગોઠે તેવી કરે યુકિત, આપે કોઇ નહિ તરશે;

ઇસુ મફત દે છે મુકિત તે તને માફ કરશે.