SA16
Jump to navigation
Jump to search
ટેક - ઇસુ તારણ દાતા છે (૨) | |
૧ | ધન દોલતનો ગર્વ ન કરજે, શિર પર મોત ભમે છે; એક દિન એવો આવશે, તું વિના જળે ડૂબશે. |
૨ | માણસ વસ્ત્ર થયાં પૂરાણાં, કયાં લગ સીવે દરજી? પરદુઃખભંજન કોઇ ન મળ્યો, જે મળ્યો તે ગરજી. |
૩ | જયાં લગ તેલ રહે બત્તીમાં, ઝગમગ ઝગમગ બળે; બળી ગયુંતેલ, હોલવાઇ ગઇ બત્તી, લઇ જા, લઇ જા, બોલે, |
૪ | ગોઠે તેવી કરે યુકિત, આપે કોઇ નહિ તરશે; ઇસુ મફત દે છે મુકિત તે તને માફ કરશે. |