289
૨૮૯ - દઢ વિશ્વાસ
તોટક | |
કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
૧ | ધન રે ધન, ખ્રિસ્ત, તને જ ભજું, તુજ નામ તણાં શુભ શસ્ત્ર સજું, |
શુભ સેવ કરું, જગ લાજ તજું, જગતારક નામ સદાય ભજું. | |
૨ | જંગ લોક તણો જ ધિક્કાર સહું, પણ તારકને વળગી જ રહું; |
ઉપહાસ કદા જગ લોક કરે, પણ તારકમાં મુજ જીવ ઠરે. | |
૩ | જગ લોક કદા મુજ ઘાત કરે, પણ હંસ સદા સ્વર આશ ધરે; |
જગમાં મુજ મિત્ર નથી જ કદા, મુજ તારક મિત્ર ખરો જ સદા. | |
૪ | જગમાં મુજ સાહ્યા કો ન હશે, પણ તારક સાહ્યા સદા જ થશે; |
મુજ પાય ધરું સત મારગમાં, જયકાર કરું જગતારકમાં. |