211

From Bhajan Sangrah
Revision as of 02:23, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૧૧ - પવિત્રાત્માને આમંત્રણ== {| |+૨૧૧ - પવિત્રાત્માને આમંત્રણ |- |૧ |જી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૧૧ - પવિત્રાત્માને આમંત્રણ

૨૧૧ - પવિત્રાત્માને આમંત્રણ
જીવનદાતા, પવિત્ર આત્મા, અમમાં વસવા આવો રે;
પચાસમાના બળવાન આત્મા, કરુણા અમ પર લાવો રે.
પચાસમે દિન જેમ પધાર્યા, બળ તેવું તો ધરજો રે;
તરસ્યા થઈને અમો તલપી એ, વૃષ્ટિ ભારે કરજો રે.
સચેત કરવા વહેલા પધારો, મંદ ગતિ થઈ છે ભારી રે;
નબળી હાલત નાથ અમારા, થશે ન તમ વણ સારી રે.
જાગ્રત કરજો, જાગ્રત કરજો, વહેલા વહેલા અમને રે;
આત્મિક શણગાર પે'રાવો અમને, કરગરીએ છીએ તમને રે.
મનડાનો તો મેલ અમારો અગ્નિ થઈને બાળો રે;
અજવાળું અંરરમાં પાડી અંધારાને ટાળો રે.
ઈસુ તણું જે રૂપ મનોહર, તેના જેવા કરજો રે;
પરાક્રમી કરજે, ઓ સ્વામી, નિર્બળતાનો હરજો રે.