SA440
૧ | રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સર્જનાર; સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી. |
૨ | જગ સ્વામીએ જગ પર કીધી ભારે અદભૂત મ્હેર; કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી. |
૩ | દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય; મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય, આવી. |
૪ | હે જગવાસી જાગૃત થાજો હર્ષ ગાઓ ગાન; તમ કાજે આ છે શુભ વાર્તા. સૂણો દઇને ધ્યાન. આવી. |
૫ | તારે કાજે, મારે કાજે, સો માનવને કાજ, શુભ વાર્તા આ સૌને કાજે,જન્મ્યો ત્રાતા આજે. આવી. |
૬ | હે જગવાસી હર્ષ કરીનર દો ત્રાતાને માન; જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન.આવી. |
૭ | આવ્યો છે એ જગને કાજે છોડી સ્વર્ગી ધામ; ગૌરવાના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી. |
૮ | ગભાણે પોઢેલો તે પણ રહેવા દો નહિ ત્યાંય; આપી હૈયું રહેવા તેને રહેશે સ્વર્ગી રાય. આવી. |
૯ | ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય; ખ્રિસ્ત જયંતી સુખકર થાશે દુઃખડાં સર્વ જાય. આવી. |