SA440

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
રાજાઓનો રાજા અને સૃષ્ટિનો સર્જનાર;

સ્વર્ગી ગૌરવ મૂકી લીધો માનવનો અવતાર. આવી.

જગ સ્વામીએ જગ પર કીધી ભારે અદભૂત મ્હેર;

કન્યા મરિયમ પેટે જન્મ્યો દાઊદ કેરે શહેર. આવી.

દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય;

મનહર સુંદર રાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય, આવી.

હે જગવાસી જાગૃત થાજો હર્ષ ગાઓ ગાન;

તમ કાજે આ છે શુભ વાર્તા. સૂણો દઇને ધ્યાન. આવી.

તારે કાજે, મારે કાજે, સો માનવને કાજ,

શુભ વાર્તા આ સૌને કાજે,જન્મ્યો ત્રાતા આજે. આવી.

હે જગવાસી હર્ષ કરીનર દો ત્રાતાને માન;

જન્મેલા રાજાનાં ગાઓ જય જય કરતાં ગાન.આવી.

આવ્યો છે એ જગને કાજે છોડી સ્વર્ગી ધામ;

ગૌરવાના રાજાને આપો, મનડાં માંહે ઠામ. આવી.

ગભાણે પોઢેલો તે પણ રહેવા દો નહિ ત્યાંય;

આપી હૈયું રહેવા તેને રહેશે સ્વર્ગી રાય. આવી.

ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ, આનંદ થાય;

ખ્રિસ્ત જયંતી સુખકર થાશે દુઃખડાં સર્વ જાય. આવી.