SA420
૧ | દિવ્ય પ્રીત,અનુપમ પ્રીતિ,સ્વર્ગી આનંદ,આવ ભૂ માંય; તું અમારામાં કર વસ્તી,વિરાજિત તું થા અમ માંય; |
૨ | શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો,દરેક દુઃખિત દિલમાં ભર, દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર; |
૩ | આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર થવા દે તુજ રે'મ અમ પર, સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો, તું કર; |
૪ | પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઇએ, સમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ; |