SA420

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
દિવ્ય પ્રીત,અનુપમ પ્રીતિ,સ્વર્ગી આનંદ,આવ ભૂ માંય;

તું અમારામાં કર વસ્તી,વિરાજિત તું થા અમ માંય;
ઇસુ, તું છે અતિ દયાળ, શુદ્ધ ને બેહદ છે તુજ પ્યાર,
તુજ તારણ લઇ આવ આ કાળ,અમે છીએ બહુ ઇન્તેજાર.

શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો,દરેક દુઃખિત દિલમાં ભર,

દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર;
દૂર કર પાપી ભાવ અમારો,પાપથી આત્મા કર છૂટા,
વિશ્વાસમાં તું કર વધારો, પ્રથમ ને છેલ્લો તું થા.

આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર થવા દે તુજ રે'મ અમ પર,

સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો, તું કર;
સ્વર્ગી સેન સમ સેવા કરશું, તને માનતાં ધન્ય નિત,
તારા પ્રેમમાં ગૌરવ માનશું,ગાઇશું સ્તવન અખંડિત.

પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઇએ,

સમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ;
મહિમાંમાં નિત વધતા જઇએ,સ્વર્ગે પામીએ અનંત વાસ;
પ્રેમને સ્તુતિમાં ગરકાવ થઇને ઉતારીએ તાજ ચરણ પાસ.