SA82
ટેક - ૧ રે ધન્ય ઝરો, મજ કાજ ઉઘાડેલો, ૨-ઇસુ મારો તારનાર, પાપીને બોલાવે છે. | |
૧ | એક ઝરો છે રૂધિર ભરેલ, તારનારના દિલથી વહે; જે પાપી તેમાં છે ન્હાયેલ, તે પાપથી છૂટયો છે. |
૨ | મરતો ગુનેગાર ઝરાને, જોઇ હરખાયો બહું; ને હું પાપી, માંય પડીને, પાપ ખોઉં મારા સહું. |
૩ | વિશ્વાસે જયારથી દીઠી મેં, તે સાફ કરનારી ધાર; પ્રેમની કથાનો હું હેતે, કરું છું રોજ પ્રચાર. |
૪ | હું મોત લગ તેના ગુણ ગાઇશ, પોકારીશ તેની વાત; ને યુદ્વ પછી સ્વર્ગે જઇશ, ને રહીશ તેની સાથ. |
૫ | ઓ ખ્રિસ્ત મારા, તારું રૂધિર છે પાપનો સત્યોપાય; તેથી લોક આખી પૃથ્વી પર, સૌ પાપથી બચી જાય. |