ટેક - ૧ રે ધન્ય ઝરો, મજ કાજ ઉઘાડેલો,

૨-ઇસુ મારો તારનાર, પાપીને બોલાવે છે.
વિલંબ ન કરો.

એક ઝરો છે રૂધિર ભરેલ, તારનારના દિલથી વહે;

જે પાપી તેમાં છે ન્હાયેલ, તે પાપથી છૂટયો છે.

મરતો ગુનેગાર ઝરાને, જોઇ હરખાયો બહું;

ને હું પાપી, માંય પડીને, પાપ ખોઉં મારા સહું.

વિશ્વાસે જયારથી દીઠી મેં, તે સાફ કરનારી ધાર;

પ્રેમની કથાનો હું હેતે, કરું છું રોજ પ્રચાર.

હું મોત લગ તેના ગુણ ગાઇશ, પોકારીશ તેની વાત;

ને યુદ્વ પછી સ્વર્ગે જઇશ, ને રહીશ તેની સાથ.

ઓ ખ્રિસ્ત મારા, તારું રૂધિર છે પાપનો સત્યોપાય;

તેથી લોક આખી પૃથ્વી પર, સૌ પાપથી બચી જાય.