(રાગ :
|
અમૂલ્ય લહુસે બચ ગયે જો)
|
કર્તા:
|
જે. એસ. પ્રકાશ.
|
ટેક:
|
ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ,
|
|
અનંતજીવનનું નિશાન, ગાઓ પ્રભુનાં ગા ઓ જયગા. (૨)
|
૧
|
સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, શોભા ને સામથ્ર્ય દીસે ખૂબ,
|
|
હરદમ રાચે પવિત્રસ્થાન,
|
ગૌરવ અનેરું ને ગુણવાન.
|
|
|
(ગીતશાસ્ત્ર ૯૬ : ૬)
|
૨
|
આદિ પવિત્ર ઈશ્વર એક,
|
નમ્યો જગે પ્રભુ ઈસુ છેક,
|
|
ધરતી પર આવી તજ્યા ગયામ,
|
માનવ સેવા કીધી તમામ
|
|
|
(ફિલિપ ૨: ૬-૮)
|
૩
|
જનહિત કાર્યો કીધાં વિધ,
|
સ્તંભ લગી છોડી નહિ પ્રીત,
|
|
કેવો અજબ છે, પ્રેમ મહાન!
|
માનવ કાજે થયો કુરબાન!
|
|
|
(પ્રે. કૃ. ૧૦:૩૮)
|
૪
|
ઊંચે આકાશે, પૃથ્વી પરે,
|
તારણસાધક ઈસુ ખરે.
|
|
ત્રિલોકે દીસે એક જ નામ,
|
તારણ આપે, લે નહિ દામ.
|
|
(પ્રે. કૃ. ૪:૧૨)
|
૫
|
જગદ્ઉદ્વારક પ્રભુ ઈસુ,
|
સર્વસત્તાધીશ પ્રભુ ઈસુ,
|
|
નમ્ર બની દો દિલનાં દાન,
|
જગતારકને દેજો માન.
|
|
|
|
(માથ્થી ૨૮:૧૮)
|