184

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૮૪ - તારણસાધક ઈસુ નામ

(રાગ : અમૂલ્ય લહુસે બચ ગયે જો)
કર્તા: જે. એસ. પ્રકાશ.
ટેક: ભાવે ભજો પ્રભુ ઈસુ નામ, પ્રેમી મધુર પ્રભુ ઈસુ નામ,
અનંતજીવનનું નિશાન, ગાઓ પ્રભુનાં ગાઓ જયગાન. (૨)
સન્માન, મહિમા, પ્રભુ સન્મુખ, શોભા ને સામર્થ્ય દીસે ખૂબ,
હરદમ રાચે પવિત્રસ્થાન, ગૌરવ અનેરું ને ગુણવાન.
(ગીતશાસ્ત્ર ૯૬ : ૬)
આદિ પવિત્ર ઈશ્વર એક, નમ્યો જગે પ્રભુ ઈસુ છેક,
ધરતી પર આવી તજ્યા દમામ, માનવ સેવા કીધી તમામ.
(ફિલિપ ૨: ૬-૮)
જનહિત કાર્યો કીધાં વિધ, સ્તંભ લગી છોડી નહિ પ્રીત,
કેવો અજબ છે, પ્રેમ મહાન! માનવ કાજે થયો કુરબાન!
(પ્રે. કૃ. ૧૦:૩૮)
ઊંચે આકાશે, પૃથ્વી પરે, તારણસાધક ઈસુ ખરે.
ત્રિલોકે દીસે એક જ નામ, તારણ આપે, લે નહિ દામ.
(પ્રે. કૃ. ૪:૧૨)
જગદ્ઉદ્વારક પ્રભુ ઈસુ, સર્વસત્તાધીશ પ્રભુ ઈસુ,
નમ્ર બની દો દિલનાં દાન, જગતારકને દેજો માન.
(માથ્થી ૨૮:૧૮)

Phonetic English

(Raag : Amulya lahuse bach gaye jo)
Kartaa: J. S. Prakaash.
Tek: Bhaave bhajo prabhu Isu naam, Premi madhur prabhu Isu naam,
Anantjivananu nishaan, Gaao prabhunaa gaao jaygaan. (2)
1 Sanmaan, mahimaa, prabhu sanmukh, Shobhaa ne saamarthya dise khoob,
Hardam raache pavitrasthaan, Gaurav aneru ne gunvaan.
(Geetshastra 96 : 6)
2 Aadi pavitra Ishwar ek, Namyo jage prabhu Isu chek,
Dharti par aavi tajyaa damaam, Maanav sevaa kidhi tamaam.
(Phillip 2: 6-8)
3 Janhit kaaryo kidhaa vidh, Stambh lagi chodi nahi preet,
Kevo ajab che, prem mahaan! Maanav kaaje thayo kurabaan!
(Pre. Kru. 10:38)
4 Unche aakaashe, pruthvi pare, Taaransaadhak Isu khare.
Triloke dise ek aj naam, Taaran aape, le nahi daam.
(Pre. Kru. 4:12)
5 Jagadudvaarak prabhu Isu, Sarvsattadhish prabhu Isu,
Narm bani do dilnaa daan, Jagatarakane dejo maan.
(Maaththi 28:18)

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod - Sung By By Shalom Methodist Church Choir on 10-07-2022