451

From Bhajan Sangrah
Revision as of 00:09, 6 August 2013 by 117.198.162.21 (talk) (Created page with "== ૪૫૧ - દીક્ષા == {| |+૪૫૧ - દીક્ષા |- | |હરિગીત |- | |કર્તા: જે. એ. પરમાર |- | |- |૧ |દા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૫૧ - દીક્ષા

૪૫૧ - દીક્ષા
હરિગીત
કર્તા: જે. એ. પરમાર
દાનો અનેક પ્રકારનાં દાતા તથાપિ એક છે,
કાર્યો અનેક પ્રકારનાં કર્તા તથાપિ એક છે,
સેવા વિવિધ તરેહની ઈશ્વર તથાપિ એક છે,
એક જ પ્રભુની આતમ, કર્તા ને ભર્તા એ જ છે.
જુદી જુદી મંડળી છતાં એક જ પ્રભુનું સંગ છે,
એક અ ઈસુ સર્વનો, હંમેશ સર્વ સંગ છે,
એક જ પાયા ઉપરે મંદિર એક રચાય છે,
સંસ્થાપન અર્થે મંડળીના સુવ્યવસ્થા થાય છે.
જેને પ્રભુ તેડે અહા ! પ્રીતે કરી પસંદગી,
જેને પ્રભુ જોડે અહા ! સેવા મહીં અન્માનથી,
દિવ્ય આ તેડું સુણી સેવા વિષે જોડાય છે,
વિશ્વાસુ એવા સેવકોને ધન્ય, ધન્ય, ધન્ય છે !
હે ખ્રિસ્ત, તારા દાસની દીક્ષાક્રિયામાં અવાજે,
ને આજ તારા દાસની દીક્ષાક્રિયા દીપાવજે,
તારા મનોહર મુખનો, પ્રકાશ તે પર પાડજે,
તારા પવિત્ર રાજ્યની સેવા મહીં તું સ્થાપજે.