૧
|
પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વે'વાડી,
|
|
પાપથી છૂટો કીધો, શેતાન નીચો પાડી.
|
|
મુજ જીવ આપ્યો, આપ્યો તુજ માટ !
|
(૨)
|
|
તેં શું આપ્યું તુજ માટ ?
|
(૨)
|
|
૨
|
હું છોડી સૌ મહિમાય પૃથ્વી પર આવ્યો છું,
|
|
ગયો ગરીબી માંય, બહુ દુ:ખ ઉઠાવી હું.
|
|
એમ છોડયું, છોડયું મેં બધું ;
|
(૨)
|
|
તેં મુજ માટ શું કીધું ?
|
(૨)
|
|
૩
|
અવણ્ર્ય જે દુ:ખો તે મેં બધાં સહ્યાં,
|
|
કે તું પામે સુખો, પાપ તારાં માફ થયાં.
|
|
એમ દુ:ખમાં, દુ:ખમાં મેં સહ્યું;
|
(૨)
|
|
શું, મુજ માટ દુ:ખ સહ્યું ?
|
(૨)
|
|
૪
|
લાવ્યો છું તારણ-નાવ ને માફીરૂપ ઈનામ;
|
|
લાવ્યો તારો બચાવ ને શાંતિનો પેગામ.
|
|
એમ બધું, બધું હું લાવ્યો,
|
(૨)
|
|
મુજ માટ તું શું લાવ્યો ?
|
(૨)
|