332
૩૩૨ - પ્રભુી ઈચ્છા પ્રમાણે
૧ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! હું છું મટોડી, તું છે કુંભાર; |
તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. | |
૨ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! પારખ મને આજ, પ્રભુ ઈશ્વર; |
હિમ કરતા ધોળો નહવાડી કર, માગું છું, મુજમાં શુદ્ધતા ભર. | |
૩ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! ઘાયલ થાકેલ હું સુણ મુજ પોકાર; |
તને છે, પ્રભુ, સૌ અધિકાર, સાજો કર મને, દિવ્ય તારનાર. | |
૪ | પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ! તારા આત્માથી હાલ મને ભર; |
હે ઈસુ, મુજમાં તુજ રાજ્ય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ. |