294

From Bhajan Sangrah
Revision as of 02:35, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૯૪ - પ્રભુ પર ભરોસો == {| |+૨૯૪ - પ્રભુ પર ભરોસો |- | |૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો |- | |"B...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૯૪ - પ્રભુ પર ભરોસો

૨૯૪ - પ્રભુ પર ભરોસો
૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો
"Begone Unbelief"
અનુ. : જે. વી. એસ. ટેલર
અવિશ્વાસ નીકળ, ત્રાતા છે પાસે,
સહાય પણ તે લાવો વહેલો દેખાશે;
હું પ્રાર્થના કરું, ખ્રિસ્ત પૂરું કરશે,
જો વહાણે તે હોય તો ભય ત્યાંથી મટશે.
હું તેને માનું, દુ:ખનો મટાડનાર,
ભૂલેલાંઓને રસ્તો દેખાડનાર;
જો મિત્રો મોત પામી સુખ ઘટી જશે,
સદા તેનું વચન અચળ જ રહેશે.
પામેલો પ્રેમ જ, તે જ મને કહેશે,
સંતે તે મને ડૂબવા ન દેશે;
પ્રત્યેક ઉપકારથી એટલું તો જણાય,
કે તેના ઠરાવથી થાય સદા સહાય.
શા માટે બીહું, કે થાઉં નિરાશ?
સંદેહ કેમ રાખી હું ખોઉં આકાશ?
તે અહીં લગે લાવી વેણ નહિ ખોશે;
શું ભુલાવવા મને બોલાવ્યો હોશે?
ખ્રિસ્તની દયાથી ઔષધ અન્ન થઈ જાય,
દુ:ખ થાય મૂળ સુખનું, કટુ ગળ્યું થાય;
જો હમણાં હિય ભારે, આગળ થાય હર્ષિત,
ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત.