234
૨૩૪ - ત્રાણ કોણથી મળે?
માદરી | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | ત્રાણ કોણથી મળે? |
પાપ, શાપ હું તણાં બધાંય કોણથી બળે? | |
શાંતિ કોણથી વળે ? પાપ કોણથી ટળે? | |
મોત કાળ સ્વર્ગમાં પ્રવેશ કોણથી મળે? | |
૨ | ત્રાણ ખ્રિસ્તથી મળે, |
પાપ, શાપ તું તણાં બધાંય ખ્રિસ્તથી ટળે; | |
શાંતિ જીવને વળે, પાપ વેદના ટલે, | |
મોત ઘાટ વીતતાં પ્રવેશ સ્વર્ગમાં મળે. | |
૩ | ખ્રિસ્ત ભાવ રાખજે, |
દુષ્ટ ભાવ, દુષ્ટ દાવ, નિત્ય દૂર નાખજે; | |
ખ્રિસ્ત માન તાકજે, ખ્રિસ્ત વાત ભાખજે, | |
તો જ ખ્રિસ્ત તારશે, અનંત લાભ ચાખજે. |