269

From Bhajan Sangrah
Revision as of 00:52, 9 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે == {| |+૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે |- | |- |ટેક: |પ્રેમથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે

૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે
ટેક: પ્રેમથી ઈસુ બોલાવે જલદી આવો,
પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ.
પાપ રહિત પ્રભુ તારે માટે,
પાપરૂપ થયો તારે સાટે,
શાપિત થયો ઉપર તે. -જલદી
પહેરી મુગટ માથે કાંટાનો,
સગ્યો મુખ પર તુચ્છકાર થૂંકનો,
દીધો થંભ પર પ્રાણ પોતાતો. -જલદી
થંભ પર તે તૃષિત થયો,
તારે વાસ્તે મધ્યસ્થ થયો,
ઘાંટો પાડી પ્રાણ છોડયો ત્યાં. -જલદી
તુજ ખોવાયેલાને શોધવા,
લોહી વહેવડાવ્યું તુજને તારવા,
વાણી પાળકની આજ સાંભળવા. -જલદી
નથી સમય વિલંભ કરવાનો,
જલદી કર, આ વખત તારણનો,
જાણી લેને દિન તારણનો. -જલદી
ધોરો પૂરો નિજ રકતથી તુજને,
પિતાની માફક તારાં પાપોને,
થશે જરૂર તું પુત્ર દેવનો. -જલદી
પ્રેમી અવાજ પ્રગટ કરાય આજ,
સુણી આવો પ્યારા ઈસુ પાસ,
દિન આજે છે કૃપાનો. –જલદી