218
૨૧૮ - અગ્નિ માગણી
છંદ: | ચોપાઈ |
કર્તા: | જી. કે. સત્વેદી |
૧ | ધર્મક્રિયાઓ કરતાં જીવન વીતે વેગે; |
અગ્નિ ન પ્રગટે પાપ ભરખવા, મન બહુ રહે ઉદ્ધેગે. | |
૨ | શાસ્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે. |
પામ્યો જ નહિ પાવનકર અગ્નિ, તારણ લાગે છેટે. | |
૩ | ઈચ્છું છું બહુ કરવા સારું, દોડે છે મન પાપે; |
પાપ તણાં બીજ વસિયાં દિલે, એ મુજને સંતાપે. | |
૪ | પ્રદટાવો, પ્રભુ, આત્મા- અગ્નિ, બાળો બીજ અકારું; |
પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું. |