218

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૧૮ - અગ્નિની માગણી

૨૧૮ - અગ્નિની માગણી
છંદ: ચોપાઈ
કર્તા: જી. કે. સત્વેદી
ધર્મક્રિયાઓ કરતાં કરતાં જીવન વીતે વેગે;
અગ્નિ ન પ્રગટે પાપ ભરખવા, મન બહુ રહે ઉદ્ધેગે.
શાસ્ત્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે.
પામ્યો જ નહિ પાવનકર અગ્નિ, તારણ લાગે છેટે.
ઈચ્છું છું બહુ કરવા સારું, દોડે છે મન પાપે;
પાપ તણાં બીજ વસિયાં દિલે, એ મુજને સંતાપે.
પ્રગટાવો, પ્રભુ, આત્મા-અગ્નિ, બાળો બીજ અકારું;
પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું.

Phonetic English

218 - Agnini Maagahni
Chhand: Chopaai
Karta: G. K. Satvedi
1 Dharmakriyaao karta karta jeevan veete vege;
Agni na pragate paap bharkhava, man bahu rahe uddhege.
2 Shaashtramanan ne aagyaapaalan, vidhi paahdi bahu hete.
Paamyo ja nahi paavankar agni, taarahn laage chhete.
3 Ichchhu chhu bahu karava saaru, dode chhe man paape;
Paap tahna beej vasiya dile, e mujane santaape.
4 Pragtaavo, prabhu, aatmaa-agni, bahdo beej akaaru;
Prabhu, jo dilama raaj karo to, jeevan thaashe pyaaru.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Malkauns