298: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના == {| |+૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના |- | |...") |
(No difference)
|
Revision as of 02:41, 9 August 2013
૨૯૮ - આશીર્વાદ માટે પ્રાર્થના
ભુજંગી | |
(ગીતશાસ્ત્ર ૬૭) | |
કર્તા: એમ. વી. મેકવાન | |
૧ | પ્રભુ, આશિષો દે અમોને કૃપાથી, ઉરે તેજ દે દિવ્ય તારી પ્રભાથી; |
જગે તે થકી માર્ગ તારો જણાયે, અને સર્વ લોકો તણું ત્રાણ થાયે. | |
૨ | પ્રજાઓ સહુ તુજ આભાર મને, અને હર્ષથી તુજને ગાય ગાને; |
ખરો ન્યાય સૌનો પ્રભુ તું કરે છે, કરે રાજ્ય વિશ્વે વિભુ તું ઠરે છે. | |
૩ | પ્રભુ, સ્તુતિ તારી સહુ લોક ગાશે, મહા સ્તુત્ય, તું સૌ સ્થળોમાં મનાશે; |
ફળો ખૂબ ભૂમિ થકી ઉપજાશે, અને આશિષો સૌ પ્રભુથી અપાશે. |