294: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૨૯૪ - પ્રભુ પર ભરોસો == {| |+૨૯૪ - પ્રભુ પર ભરોસો |- | |૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો |- | |"B...") |
(No difference)
|
Revision as of 02:35, 9 August 2013
૨૯૪ - પ્રભુ પર ભરોસો
૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો | |
"Begone Unbelief" | |
અનુ. : જે. વી. એસ. ટેલર | |
૧ | અવિશ્વાસ નીકળ, ત્રાતા છે પાસે, |
સહાય પણ તે લાવો વહેલો દેખાશે; | |
હું પ્રાર્થના કરું, ખ્રિસ્ત પૂરું કરશે, | |
જો વહાણે તે હોય તો ભય ત્યાંથી મટશે. | |
૨ | હું તેને માનું, દુ:ખનો મટાડનાર, |
ભૂલેલાંઓને રસ્તો દેખાડનાર; | |
જો મિત્રો મોત પામી સુખ ઘટી જશે, | |
સદા તેનું વચન અચળ જ રહેશે. | |
૩ | પામેલો પ્રેમ જ, તે જ મને કહેશે, |
સંતે તે મને ડૂબવા ન દેશે; | |
પ્રત્યેક ઉપકારથી એટલું તો જણાય, | |
કે તેના ઠરાવથી થાય સદા સહાય. | |
૪ | શા માટે બીહું, કે થાઉં નિરાશ? |
સંદેહ કેમ રાખી હું ખોઉં આકાશ? | |
તે અહીં લગે લાવી વેણ નહિ ખોશે; | |
શું ભુલાવવા મને બોલાવ્યો હોશે? | |
૫ | ખ્રિસ્તની દયાથી ઔષધ અન્ન થઈ જાય, |
દુ:ખ થાય મૂળ સુખનું, કટુ ગળ્યું થાય; | |
જો હમણાં હિય ભારે, આગળ થાય હર્ષિત, | |
ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત. |