293: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૯૩ - સંકટમાં ધીરજ == {| |+૨૯૩ - સંકટમાં ધીરજ |- | |ચરણાકુલ |- | |કર્તા: જે.વી. એ...")
(No difference)

Revision as of 02:28, 9 August 2013

૨૯૩ - સંકટમાં ધીરજ

૨૯૩ - સંકટમાં ધીરજ
ચરણાકુલ
કર્તા: જે.વી. એસ. ટેલર
ઈહ લોકે છે સુખ દુ:ખ ભેળાં, કડવું, મીઠું બેઉ મળેલાં;
દિન પછવાડે થાય અંધારું, વધવા પર ઝટ થાય ઘટારું.
મિત્ર મળે ને થાય વિજોગા, હર્ષ પછી પીડાના ભોગા;
એ જ નિયમ છે ભૂતળ ઠામે, નિર્ધન ત્યાં ને ધનધામે.
અશુભ વિના શુભ કોણે જાણ્યું? નિરસુખ દુ:ખિયું કોણે માન્યું?
ખેડૂત ગયા પર લાભ વળે છે, થંભ સહ્યાથી તાજ મળે છે.
પ્રભુના નભતાં ધીરજ થાશે, ધીરજથી આશા ઉપજાશે;
ખોટ ગયા પર લાભ વળે છે, થંભ સહ્યાથી તાજ મળે છે.
ધાકે નભતાં ધીરજ થાશે, ધીરજથી આશા ઉપજાશે;
આશા ટકે તો અનુભવ આવે, અનુભવ જૂઠી શરમ તજાવે.
શરમ ગયે મન મહિમા ધારે, નિત નિત સ્વર્ગ તણું સંભારે;
સહન થકી ગુણ એમ વધે છે, અન્યો અન્ય ફળો ઊપજે છે.
નર પરખી નૃપ સૈન્ય સજે છે, વીર લહી સંગ્રામ મચે છે;
પણ પ્રભુ જુએ છે જોદ્ધાને, કરે, સહે શું રણને ઠામે?
જે દળિયો સત ઝાલી રાખે, સ્વર્ગ તણું સુખ તે તો ચાખે;
ભેળ વિના ગતિ ત્યાં મળવાની, સુખની પ્રાપ્તિ અમિશ્ર થવાની
દેહ ન જોશો દુ:ખ થતાંમાં, આત્મિક ગુણ પ્રગટે પીડામાં;
દૈહિક દબતાં આત્મિક દીપે, દુ:ખિત ધાએ દેવ સમીપે.
૧૦ જ્યમ જયમ બૂતળ બંધન તૂટે, ત્યમ મન દાસપણાથી છૂટે;
લૌકિક મંડપ તો પડતામાં, સ્વર્ગિક વાસ મળે મહિમામાં.