453: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૪૫૩ - શિલારોપણવિધિ == {| |+૪૫૩ - શિલારોપણવિધિ |- | |રાગ: ભીમપલાસ |- | |( આવ, હે દ...") |
(No difference)
|
Revision as of 23:35, 5 August 2013
૪૫૩ - શિલારોપણવિધિ
રાગ: ભીમપલાસ | |
( આવ, હે દાતા, સૌ આશિષના - એ રાગે પણ ગાઈ શકાય.) | |
અનુ. : જયાનંદ આઈ ચૌહાન | |
૧ | પ્રાર્થ સાથ મૂકેલ આ શિલા પર, બાંધ, હે ઈશ્વર, તુજ મંદિર; |
શોભાયમાન ને મજબૂત આ ઘર, તુજ આશિષની થાય શિબિર. | |
મહિમાવાન જે તારું શુભ નામ, માને જુગ જુગમાં સૌ જન; | |
હોજો મહિમા એવો, આ ધામ, થાય જ્યાં આ શિલારોપણ. | |
૨ | ખેદિત કેરા ખેદ બધાય, પાપ-પીડિતના સંધા તાપ; |
શાંતિ તન-મન કેરી સદાય, આ મંદિરે તેને આપ. | |
વચનો સતનાં વાવે આ ઠામ, દે ફૂલ-ફળ સૌને જીવન; | |
કરજે કૃપા એવી, આ ધામ, થાય જ્યાં આ શિલારોપણ. | |
૩ | દીન-હીન કેરા નાથ, પ્રભુજી, ખુલ્લાં કરજે તારાં દ્વાર; |
જાણી નિજ ઘર, ગાશે સ્તુતિ, ભૂલ્યાં જે જે તારાં બાળ. | |
કારીગર જો કુશળ હાથે, ઘડશે જીવંત પથ્થર હ્યાં; | |
તુજ મંડળી રૂપ મંદિર માટે, ખ્રિસ્ત પાયાનો પથ્થર જ્યાં. |