453
Jump to navigation
Jump to search
૪૫૩ - શિલારોપણવિધિ
રાગ: ભીમપલાસ | |
( આવ, હે દાતા, સૌ આશિષના - એ રાગે પણ ગાઈ શકાય.) | |
અનુ. : જયાનંદ આઈ ચૌહાન | |
૧ | પ્રાર્થ સાથ મૂકેલ આ શિલા પર, બાંધ, હે ઈશ્વર, તુજ મંદિર; |
શોભાયમાન ને મજબૂત આ ઘર, તુજ આશિષની થાય શિબિર. | |
મહિમાવાન જે તારું શુભ નામ, માને જુગ જુગમાં સૌ જન; | |
હોજો મહિમા એવો, આ ધામ, થાય જ્યાં આ શિલારોપણ. | |
૨ | ખેદિત કેરા ખેદ બધાય, પાપ-પીડિતના સંધા તાપ; |
શાંતિ તન-મન કેરી સદાય, આ મંદિરે તેને આપ. | |
વચનો સતનાં વાવે આ ઠામ, દે ફૂલ-ફળ સૌને જીવન; | |
કરજે કૃપા એવી, આ ધામ, થાય જ્યાં આ શિલારોપણ. | |
૩ | દીન-હીન કેરા નાથ, પ્રભુજી, ખુલ્લાં કરજે તારાં દ્વાર; |
જાણી નિજ ઘર, ગાશે સ્તુતિ, ભૂલ્યાં જે જે તારાં બાળ. | |
કારીગર જો કુશળ હાથે, ઘડશે જીવંત પથ્થર હ્યાં; | |
તુજ મંડળી રૂપ મંદિર માટે, ખ્રિસ્ત પાયાનો પથ્થર જ્યાં. |
Phonetic English
Raag: Bhimpalaas | |
( Aav, he daata, sau aashishana - e raage pan gaai shakaay.) | |
Anu. : Jayanand I Chauhan | |
1 | Praarth saath mookel aa shila par, baandh, he Ishvar, tuj mandir; |
Shobhaayamaan ne majaboot aa ghar, tuj aashishani thaay shibir. | |
Mahimaavaan je taarun shubh naam, maane jug jugamaan sau jan; | |
Hojo mahima evo, aa dhaam, thaay jyaan aa shilaaropan. | |
2 | Khedit kera khed badhaay, paapa-peeditana sandha taap; |
Shaanti tana-man keri sadaay, aa mandire tene aap. | |
Vachano satanaan vaave aa thaam, de phool-phal saune jeevan; | |
Karaje krapa evi, aa dhaam, thaay jyaan aa shilaaropan. | |
3 | Deen-heen kera naath, Prabhuji, khullaan karaje taaraan dvaar; |
Jaani nij ghar, gaashe stuti, bhoolyaan je je taaraan baal. | |
Kaareegar jo kushal haathe, ghadashe jeevant paththar hyaan; | |
Tuj mandali roop mandir maate, Khrist paayaano paththar jyaan. |
Image
Media - Hymn Tune : NETTLETON
Media - Hymn Tune : NETTLETON